શ્રીનગરઃ કાશ્મીર ઘાટીમાં રાજ્ય સરકાર દ્વારા પોસ્ટપેઈડ મોબાઈલ ફોન સેવાઓ શરૂ કરી દેવાઈ છે. ઓગસ્ટ મહિનામાં કલમ-370 નાબૂદ કરાયા પછી રાજ્યમાં અનેક પ્રકારના પ્રતિબંધો લગાવાયા હતા, જેને હવે ધીમે-ધીમે પાછા ખેંચવામાં આવી રહ્યા છે. મોબાઈલ ફોન કોલિંગ સેવા શરૂ થયા પછી કાશ્મીરના રહેવાસીઓ ખુબ જ ખુશ થયા છે. 70 દિવસ પછી શ્રીનગરની સડકો પર લોકોને મિત્રો-સગાસંબંધિઓ સાથે મોબાઈલ પર વાત કરતા જોવા મળ્યા હતા. સવારે લગભગ 11.45 કલાકે મોબાઈલ ફોનની ઘંટડી વાગવાની શરૂ થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીર ઘાટીમાં લગભગ 60 લાખ મોબાઈલ કનેક્શન છે, જેમાંથી 40 લાખ પોસ્ટપેઈડ છે. રાજબાગના એક રહેવાસી બશીર અહેમદના ઘરે જાણે કે ઈદનો તહેવાર હતો. તે બપોરે 12 વાગ્યાથી જ પોતાના મિત્રો-સગા સંબંધીઓ સાથે વાતો કરવા લાગ્યો હતો. બશીરે કહ્યું કે, મોબાઈલ ફોન શરૂ થવાથી કાશ્મીરના રહેવાસીઓને ઘણી રાહત થશે. 


જાણો કોણ છે અભિજીત બેનરજી, જેમને મળ્યો છે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર


કાશ્મીરના લોકોએ મોબાઈલ ફોન શરૂ થવાની સાથે જ રાહતનો શ્વાસ લીધો હતો. ઝી મીડિયાએ જેની સાથે પણ આ મુદ્દે વાત કરી, દરેક વ્યક્તિએ સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી હતી. એક યુવાન સાકિબ અહેમદે જણાવ્યું કે, સરકારે પોસ્ટ પેઈડ કનેક્શન શરૂ કર્યા તેના માટે અમે તેનો ખુબ ખુબ આભાર માનીએ છીએ. 


લોકોએ જણાવ્યું કે, મોબાઈલ ફોન શરૂ થઈ જવાથી અનેક સમસ્યાઓનો સુખદ અંત આવશે. વેપાર-ધંધામાં પણ મોબાઈલ શરૂ થવાના કારણે ફાયદો થશે. સાથે જ રાજ્યમાં આવતા પ્રવાસીઓને પણ હરવા-ફરવામાં સાનુકૂળતા રહેશે. 


જુઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....